Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ત્વચાની સંભાળ રાખવા માટે આવી રીતે કરો આઈસ કયુબનો ઉપયોગ

ગરમીમાં મોટા ભાગના લોકો આઈસ કયુબનો ઉપયોગ કરે છે. આઈસ કયુબ ગરમી અને બફારામાં ઠંડક પ્રદાન કરે છે. પરંતુ, તમે નહિં જાણતા હો કે તેનાથી ચહેરા પર નિખાર આવે છે, કાળા ડાઘ અને ખીલથી પણ છુટકારો અપાવવામાં મદદ કરે છે.

. ત્વચા પર આઈસ કયુબથી મસાજ કરવાથી ત્વચામાં કસાવ આવે છે. તથા રોમછિદ્રોમાં જામેલ ગંદકી સાફ થઈ જાય છે. પરંતુ, એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે કયારેય આઈસ કયુબનો સીધો તમારા ચહેરા પર ઉપયોગ ન કરવો. એવુ કરવાથી તમારા ચહેરાની કોશિકાઓને નુકશાન પહોંચી શકે છે. આઈસ કયુબને હંમેશા મલમલના કપડામાં વીંટીને તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરો. એવુ કરવાથી તમારી ત્વચામાં તાજગી અને રંગતમાં નિખાર આવશે.

. ચેહરા પર આઇસ કયુબ લગાવી મસાજ કરવાથી કરચલીની સમસ્યાથી છૂટકારો મળે છે. આઈસ ટ્રેમાં પાણી નાખી તેમાં લવન્ડર અને જેસ્મિન તેલના થોડા ટીપા નાખી જમાવી લો. જ્યારે તે જામી જાય તો તેેને પાતળા કપડામાં વીંટીને તમારા ચહેરા પર મસાજ કરો. એવુ કરવાથી તમારા ચહેરાની કરચલી દૂર થઈ જશે.

. નિયમીતરૂપે આઈસ કયુબનો ઉપયોગ કરવાથી ત્વચાના રોમ છિદ્ર બંધ થઈ જાય છે અને ખીલની સમસ્યા દૂર થઈ જાય છે.

. જો તમારે કોઈ પાર્ટીમાં જવુ છે અને તમારી પાસે મેકઅપ કરવાનો સમય નથી તો એક નેપકીનમાં આઈસ કયુબ વીંટી તમારા ચહેરા પર ઘસો. એવુ કરવાથી ત્વચામાં નિખાર આવશે.

(9:37 am IST)