Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કાલે ફ્રેન્ડશીપ ડે : મિત્ર સાથેના સંબંધો બનાવો વધુ મજબુત

આ ફ્રેન્ડશીપ ડે માત્ર ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને જ નહિં, તમારા મિત્રો સાથેના સંબંધોમાં લાવો અમુક બદલાવ અને મિત્રતા બનાવો વધુ મજબુત

મિત્રો, આવતીકાલે ૫ ઓગસ્ટને રવિવારે એક એવો દિવસ છે, જે બધા લોકો માટે પોતાનું કંઈક ખાસ મહત્વ ધરાવે છે. દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ભારત સહિત આખી દુનિયામાં ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે બધા પોતાના મિત્રોને હાથમાં ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધે છે અને ઉજવણી કરે છે. પરંતુ, આ ફ્રેન્ડશીપ ડે માત્ર ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને જ નહિં અન્ય રીતે પણ તમારા મિત્રતાના સંબંધોને ઉંડા બનાવો.  એટલે કે તમારા મિત્રો સાથેના સંબંધોમાં અમુક બદલાવ લાવો, જેનાથી તમારી મિત્રતા વધુ મજબુત બની શકે છે.

પ્રમાણીકતા અને ત્યાગની ભાવના

મિત્રતાનો સંબંધ લોહિના સંબંધ કરતા પણ વધુ હોય છે. જેથી કયારેય તમારા મિત્રને કોઈ પણ રૂપે દગો કરવો નહિં. કારણ કે મિત્ર સાથેનો સંબંધ પ્રેમ, સમર્પણ અને ત્યાગની ભાવનાથી ટકે છે.

હંમેશા મિત્ર પર નિર્ભર ન રહેવુ

હંમેશા તમારા કામ માટે મિત્ર પર નિર્ભર ન રહેવું જોઈએ. નાના નાના કામ પોતે જ કરી લેવા. વધુ મદદની જરૂર હોય તો જ મિત્રની મદદ લેવી.

મોટાપો ન બતાવવો

કયારેય મિત્રતાના સંબંધમાં પોતાને મોટુ ગણાવવાની ભૂલ ન કરવી. કારણ કે મિત્રતાનો સંબંધ એક માત્ર એવો સંબંધ છે જ્યાં કોઈ નાનુ કે મોટુ હોતુ નથી.

હળી-મળીને રહેવુ

જેવી રીતે હસતો ચહેરો કેટલાય સંબંધોને જન્મ આપે છે, એવી જ રીતે હસતો ચહેરો બધી મુશ્કેલીઓને સરળ બનાવી દે છે. એટલે હંમેશા તમારા મિત્રો સાથે હળી-મળીને રહેવું.

મદદ માટે હંમેશા તૈયાર રહેવુ

તમારા મિત્રોની મદદ માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. જો તમારા મિત્ર કોઇ મુસીબતમાં છે, તો તે સગા ભાઈની પહેલા પણ તમને યાદ કરશે અને તે સમયે તમે તેના માટે મુલ્યવાન સાબીત થશો.

(9:35 am IST)