Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સાઉથ ફ્લોરિડામાં ગર્ભવતી મહિલાએ પાર્કમાં ઉભા ઉભા આપ્યો બાળકને જન્મ

નવી દિલ્હી: સાઉથ ફ્લોરિડામાં રહેતી ગર્ભવતી મહિલા સુજૈન એન્ડરસને પતિ સાથે ડિલીવરી માટે મેડિકલ સેન્ટર જઇ રહી હતી. પરંતુ તે મેડિકલ સેન્ટર પહોંચે તે પહેલા જ લેબર પેન શરૂ થઇ ગયું હતું. તેના લીધે પાર્કિમાં જ ડિલીવરી થઇ હતી અને સુજૈને એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. બન્ને મા-દીકરી અત્યારે સ્વસ્થ છે. સમગ્ર ઘટના સેન્ટરના ડોરબેલ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. નેચરલ બર્થવર્ક્સ બર્થ સેન્ટરમાં કામ કરનાર મિડ વાઇફ (દાઇયણ) લોબૈના અને સુજૈનના પતિ જોસેફ ડિલીવરી સમયે સુજૈનની સાથે જ હતા. તેમણે સુજૈનની મદદ કરી. જોસેફ અને લોબૈનાએ કોરોના વાયરસ ઇન્ફેક્શનથી બચાવ માટે ચહેરા પર માસ્ક પહેરી રાખ્યા હતા. સુજૈન સેન્ટર જઇ રહી હતી ત્યારે લોબૈનાએ ડિલીવરી માટે પૂરતી તૈયારી કરી લીધી હતી. લોબૈનાએ સુજૈન માટે એક રૂમ તૈયાર કરી લીધો હતો. તેણે હાથમાં ગ્લવ્ઝ પણ પહેરી રાખ્યા હતા. તેને એ વાતની બિલકુલ આશંકા ન હતી કે સુજૈનની ડિલીવરી આ રીતે રસ્તા પર જ થઇ જશે.

(6:50 pm IST)