Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

અમેરિકામાં રેકોર્ડબ્રેક કોરોનાના કેસમાં વધારો થતા આ 7 દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું

નવી દિલ્હી: અમેરિકામા પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 53,483 કેસ નોંધાયા હતા. તેના એક દિવસ અગાઉ આ આંકડો 55,405 હતો. વધતા જતા કેસોને પગલે અમેરિકાના ફલોરીડા શહેર ઉપરાંત મિયામિમા કર્ફયુ લાદવામા આવ્યો હતો. આ અંગે વધુમા જાણવા મળતી વિગત મુજબ સમય વીતતા હાલ તો કોરોનાનો ફૂંફાડો વધુ ખતરનાક બન્યો છે. તેની ઝપટમાં હાલ દુનિયાના 1.11 કરોડ લોકો આવી ગયા છે.

                      કોરોનાના મામલે અમેરિકાની હાલત ચિંતાજનક છે. તાજેતરમાં 55000થી વધુ લોકો એક દિ'માં ત્યાં ગુરૂવારે કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. અમેરિકાના નોર્થ કેરોલીના, સાઉથ કેરોલીના, ટેનેસા, અલાસ્કા, મિસુટી, ઈડાહો અને અલ્બામા સહિતના શહેરોમા નવા કોરોના કેસો બહાર આવ્યા હતા. અમેરિકાના ટેકસાસમાં કોરોનાના કેસોએ નવુ શિખર સર કર્યું છે. ડોકટરના કહેવા મુજબ વાયરસ પર અંકુશ મેળવવા માટે સંપૂર્ણ લોકડાઉન લાદવામા આવ્યુ છે.

(6:48 pm IST)