Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સાઉથ ચાઈનામાં અમેરિકાએ કર્યું મોટા પાયે યુદ્ધાભ્યાસ શરૂ

નવી દિલ્હી: લદ્દાખ મોરચે ચીન સાથે ભારતના ટકરાવની વચ્ચે સાઉથ ચાઈના સીમાં અમેરિકાની નેવીએ મોટા પાયે જોરદાર યુધ્ધાભ્યાસ શરુ કર્યો છે. સાઉથ ચાઈના સી પર અધિકાર જમાવતા આવેલા ચીનની દાદાગીરીનો જવાબ આપવા માટે અમેરિકાએ આ યુધ્ધાઅભ્યાસમાં પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ નિમિત્ઝ અને યુએસએસ રોનાલ્ડ રેગન નામના જહાજોને ઉતાર્યા છે.

             આ બંને જહાજો ન્યુક્લિયર પાવરથી ચાલે છે.તેની સાથે બીજા ચાર યુધ્ધ જહાજો જોડાયેલા છે.અમેરિકા પોતાની ક્ષમતાઓનુ ભરપૂર પ્રદર્શન કરી રહ્યુ છે.અમેરિકાએ દિવસ અ્ને રાત એમ બંને પ્રકારનો યુધ્ધાભ્યાસ કરીને ચીનને આકરો સંદેશો આપ્યો છે.

(6:48 pm IST)