Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ઝાંઝીબારના દરિયાના શેવાળમાં ઉગતી આ વનસ્પતિથી લોકો લખપતિ બને છે !!

બે મહિને અંદાજે 3,50,000ની કમાણી થાય છે

ઝાંઝીબારના દરિયાની સેવાળમાં ઊગતી 'સીવીડ' નામની વનસ્પતિને ચૂંટી લાવનારી વ્યક્તિ લખપતિ બની જાય છે. આથી સ્થાનિક મહિલાઓ સવારના પહોરમાં દોરડાં-લાકડીઓ લઈને દરિયાકિનારે પહોંચે છે. આ દરિયાઈ વનસ્પતિને રોપે છે. માત્ર છ અઠવાડિયામાં તે ઊગી જાય છે. ઝાંઝીબારના ચલણ તાન્ઝાનિયન શિલિંગમાં બે મહિને અંદાજે 3,50,000ની કમાણી થાય છે. તેનો ઉપયોગ ટૂથપેસ્ટ, દવાઓ, શેમ્પૂમાં થાય છે.

(9:06 pm IST)