Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

મિસ યુનિવર્સ સ્પર્ધામાં પ્રથમવાર ટ્રાન્સજેન્ડર

૨૦૧૨માં આ પ્રતિયોગિતામાં ટ્રાન્સજેન્ડરોને ભાગ લેવાની મંજુરી મળી હતી

લંડન, તા.૪: સ્પેનની મડિલ એન્જલા પોન્સે ઇતિહાસ રચીને મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં કોઇ પણ દેશ તરફથી પ્રતિનિધિત્વ કરતી પ્રથમ ટ્રાન્સજેન્ડર હશે તે પહેલા વર્ષ ૨૦૧૨માં મિસ યુનિવર્સ પ્રતિયોગિતાનાં ટ્રાન્સજેન્ડર સુંદરિઓને ભાગ લેવાની સંમતિ મળી હતી.

સ્થેનના સેવિલેમાં આયોજીત રાષ્ટ્રીય સોંદર્ય પ્રતિયોગિતામાં ૨૬ વર્ષની એન્જલા પાસે ૨૨ સુંદરીઓની પાછળ રાખીને આ ખીતાબ ખુલ્યો તેની સાથે જ વર્ષના અંતમાં ફિલીપાઇન્સમાં આયોગી થતી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત મિસ યુનિવર્સ પ્રતિયોગતા માટે મિસ પોન્સે બાજી મારી છે.

એન્જલા પોંસે ગયા શુક્રવારે આ ખીતાબ જીત્યા બાદ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું. મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં મારો હેતુ ફકત ટ્રાન્સજેન્ડરો માટે જ નહી સમગ્ર વિશ્વ માટે સમાનભાવ, આદર અને સૌહાર્દ કાયમ કરવાનું છે.

(12:40 pm IST)