Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

૪૧ કલાકમાં ૪૮ બાળકો જન્મ્યાં ટેકસસની એક હોસ્પિટલમાં

ટેકસસ તા.૪ અમેરિકાના ટેકસસ રાજયના ફોર્ટવર્થ ટાઉનના બાયલર સ્કોટ એન્ડ વાઇટ ઓલ સેન્ટ્સ મેડિકલ સેન્ટરમાં ૨૬ અને ૨૭ જુન એમ બે દિવસનાં ૪૧ કલાકના ગાળામાં કુલ ૪૮ બાળકો જન્મ્યાં હતા.

મતલબ કે દર કલાકે એવરેજ એક કરતાં વધુ બાળકો જન્મ્યાં. હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. જેમી ઇર્વિનનું કહેવું હતું કે આટલાબધાં બાળકો ખૂબ ટુંકા ગાળામાં જન્મે એવું વર્ષમાં ભાગ્યે જ બને છે ટેકસસ રાજયના રેકોર્ડ્સ મુજબ જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સોૈથી વધુ બાળકોનો જન્મ થાય છે. આ કોઇ પ્લાન કરેલી ઇવેન્ટ નહોતી. મોટા ભાગની ડિલિવરી નોર્મલ જ હતી અને એક પછી મહિલાઓને લેબરપેઇન સાથે હોસ્પિટલમાં દાખલ થતી જોઇને લગભગ ત્રણેય શિફટના માણસોએ લગાતાર બ્રેક લીધા વિના કામ કર્યુ હતું.

૪૮ બાળકોના જન્મ પછી થોડાક કલાકો સ્ટાફને શ્વાસ લેવા મળ્યો હતો. આટલાં બાળકોની ડિલિવરી કરાવવી, તેમની મમ્મીઓની કાળજી રાખવી, જન્મેલાં બાળકની તમામ રૂટિન તપાસની ખાતરી કરવી એ ખૂબ મોટો ટાસ્ક હતો.

જાણવા જેવી આડવાત એ છે કે ફેબ્રુઆરી મહિનામાં સોૈથી ઓછા બાળકો જન્મે છે.

(12:39 pm IST)