Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

વારસાગત રોગો રોકવા ગ્રીન ટી અને રેડ વાઇન પીઓ

નવી દિલ્હી તા. ૪ :.. કેટલાક રોગો જનીનગત હોવાથી એ વારસામાં આગળ વધે છે. ચયાપચયને લગતી સમસ્યાઓ તેમ જ કેટલાક માનસિક ડીસઓર્ડર્સ જિનેટીકલી આગળ ન વધે એ માટે અભ્યાસકર્તાઓએ ઉપયોગી શોધ કરી છે. ઇઝરાયલની તેલ અવિવ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છેગ્રીન ટી અને રેડ વાઇનમાં ખાસ ઘટકો છે જે જનીનગત ખામીઓ પેદા કરતાં ઝેરી તત્વોને બ્લોક કરી દે છે.

જનીનગત ખામીને કારણે વ્યકિતને ચોકકસ રોગો થવાનું જોખમ વધુ હોય છે. જિનેટીક ગબરડને કારણે શરીરમાં જરૂરી એન્ઝાઇમ્સ પેદા થવાની ક્રિયામાં પણ અવરોધ પેદા થાય છે. જો કે  અભ્યાસકર્તાઓનું  કહેવું છે કે ગ્રીન ટી અને રેડ વાઇનમાંથી મળતા એપિગેલોકેટેચિન ગેલેટ અને ટેનિક એસીડ નામનાં બે તત્વો જનીનગત ખામીને પ્રોગ્રેસ થવા નથી દેતાં. ઓલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ ડીસીઝ જેવા ન્યુરોડીજનરેટીવ રોગો, ડાયાબીટીઝ અને કોલેસ્ટ્રોલ જેવા મેટાબોલિક ડિસઓર્ડર્સ તેમજ કેટલાક બિહેવિયરલ અને મેન્ટલ રોગોની સંભાવના વારસાગત ધોરણે ખૂબ વધુ હોય ત્યારે ગ્રીન ટી અને રેડ વાઇનમાંથી મળતાં આ બે તત્વો રક્ષણ પુરું પાડે છે.

(11:37 am IST)