Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

વધુ પૈસો માણસને મતલબી બનાવી દે છે તો ઓછો પૈસો ઉદાર બનાવે છે

ઉદારતા દાખવાવની બાબતમાં અમીરો કરતાં ગરીબો વધુ આગળ હોય છે

નવી દિલ્હી તા.૪: તમે જોયું હોય તો  લાખ રૂપિયાનો પગાર ધરાવતી વ્યકિત કોઇકને મદદ કરવાની હોય તો પાંચ રૂપિયા કાઢીને આપતાં પાંચ વાર વિચાર કરે છે, જયારે પાંચ હજાર કમાતી વ્યકિત જરૂરિયાતમંદ વ્યકિતને મદદ કરવાની હોય અને જો તેના ખિસ્સામાં એ વખતે પૈસા હોય તો તે પચાસ રૂપિયા ખર્ચી નાખતાં વિચાર નથી કરતી. ઓસ્ટ્રેલિયાના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે પૈસો માણસને મતલબી બનાવે છે.

કવીન્સ મેરી યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે કે પૈસા વધુ હોય ત્યારે વ્યકિત પોતાને હાઇ સ્ટેટસનો માનવા લાગે છે અને મગજમાં હાઇ અથવા લો સ્ટેટસનો ડિફરન્સ આવે ત્યારે તેનું બિહેવિયર બદલાય છે, વ્યકિત વધુ મતલબી, સ્વકેન્દ્રી બની જાય છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જે લોકો એવું માને છે કે પોતે ખુબ મહેનત કરીને પૈસા કે સંપતિ કમાયાં છે તેમને એ શેર કરવામા મુશ્કેલી પડે છે. જયારે વ્યકિત પાસે ઓછા પૈસા હોય ત્યારે તે જરૂરિયાતમંદ વ્યકિતની મજબુરીને મહેસૂસ કરી શકે છે અને સહજતાથી તેને મદદ કરવા આગળ આવે છે. (૧.૬)

 

(9:42 am IST)