Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

પરફયુમનો યોગ્ય રીતે કરો ઉપયોગ

ઉનાળામાં મોટા ભાગના લોકો ડીઓ અને પરફયુમનો ઉપયોગ કરે છે. પરંતુ, કયારેક તેમાં રહેલ કેમીકલના કારણે આપણી ત્વચાને નુકશાન પણ પહોંચી શકે છે. ઘણા લોકોને પરફયુમનો ઉપયોગ કરવાના કારણે અસ્થમા, કેન્સર, એલર્જી, વગેરે જેવી સમસ્યાઓ થાય છે. તેથી કાળજી રાખી યોગ્ય રીતે પરફયુમનો ઉપયોગ કરવો જોઈએ.

પરફયુમમાં પ્રોપલીન અને ગ્લાયસોલ જેવા તત્વ હોય છે. આ બંને રસાયણ શરીરને એલર્જી રિએકશન પેદા કરે છે. તમને કદાચ ખબર નહિં હોય પરંતુ, આ રસાયણ કિડની ડેમેજનું કારણ પણ બની શકે છે.

આ ઉપરાંત પરફયુમ અથવા ડીઓને એન્ટીબેકટેરીયલ બનાવવા માટે ટ્રાઈકલોસન નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, આ કેમિકલ શરીરમાં રહેલ સારા એન્ટી-બેકટેરીયલને નષ્ટ કરી દે છે. જેના કારણે સ્કિન એલર્જી પણ થવા લાગે છે.

ગર્ભવતી મહિલાઓએ ખાસ કરીને પરફયુમનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી ગર્ભમાં રહેલ બાળકના શારિરીક વિકાસ ઉપર પ્રતિકૂળ અસર પડે છે.

જો ડીઓ અથવા પરફયુમના કારણે સ્કિન એલર્જી થઈ જાય તો તે જગ્યાને ઠંડા પાણીથી ધોઈ લેવું. તેનાથી તમને આરામ મળશે. જો આમ છતા પણ વધુ સમસ્યા થાય તો ડર્મેટોલોજીસ્ટની મુલાકાત લેવી.

(9:41 am IST)