Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

પહેલીવાર બાળકને સ્કૂલે મોકલી રહ્યા છો?

બાળકને પ્રી સ્કૂલીંગ માટે તૈયાર કરવુ એ માતા-પિતા માટે ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે. બાળક જો અગાઉ ડે-કેરમાં ગયેલ હોય, તો પણ પ્રી સ્કૂલીંગની તૈયારી કરવી જરૂરી છે.

બાળક માટે સ્કૂલનો પહેલો દિવસ એક મોટા સેલીબ્રેશનના રૂપમાં મનાવવો જોઈએ. તેનો ફોટો પાડો. તેના મનપસંદ કપડા પહેરાવો. સાંજે ફરવા લઇ જવાનું પ્રોમીસ કરો. બાળકને લઈ સ્કૂલે જાવ અને તેના શિક્ષક સાથે સમય પસાર કરો.

બાળકને બધા સાથે મળવા દો. શિક્ષકને પણ તેની પસંદ અને નાપસંદ, મજબુતી-કમજોરીઓ વિશે કહો.

તેને તમારાથી દૂર રહેવાની ટેવ પાડો. બાળકને અમુક કલાક માટે પોતાનાથી દૂર કોઈ સેફ જગ્યાએ રાખો. જેનાથી તેને તમારાથી દૂર રહેવાની ટેવ પડી જાય. જો બાળકને વધારે સમય સુધી સ્કૂલમાં રહેવાનુું હોય તો અલગ વેરાઈટીના લંચ બોકસ તૈયાર કરો. જે તેના મનપસંદ હોવાની સાથે સ્વસ્થ પણ હોય.

તમારૂ ગુડ બાય કહેવાનું નાનુ રાખો. સ્કૂલે મોકલતી વખતે તમારા જવાથી બાળક ભલે ગમે તેટલુ રડે, પણ પાછળ ફરીને ન જોવું. જેનાથી તે ઝડપથી સેટ થઈ શકે.

(9:39 am IST)