Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સ્પેઇનમાં એક શાળામાં પુરુષ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ કારણોસર સ્કર્ટ પહેરીને શાળામાં આવી રહ્યા છે....

નવી દિલ્હી: જો કપડા ને પુરુષો અને સ્ત્રીઓના દૃષ્ટિકોણથી જોઈશું તો 'કપડાંને કોઈ લિંગ નથી હોતું'. સ્પેઇનમાં એક શાળામાં પુરુષ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્કર્ટ પહેરીને શાળામાં આવી રહ્યા છે. તેઓ લિંગ સમાનતા માટે સ્કર્ટ પહેરીને શાળામાં આવી રહ્યા છે. તો સાથે સાથે ગત વર્ષે ઓક્ટોબરમાં શાળાએ એક વિધાર્થીને શાળામાં સ્કર્ટ પહેરીને આવવા બદલ્સહાલામાહી કાઢી મુક્યો હતો. તો વિદ્યાર્થીને સમર્થન આપવા માટે પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્કર્ટ પહેરીને શાળામાં આવી રહ્યા છે. તો સાથે તેઓ નું ક્લોથ્સ હેવ નોજેન્ડર આંદોલન ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યું છે, જેને લોકોનું ખુબ મોટું સમર્થન મળી રહ્યું છે.

બધું એક ગણિતના શિક્ષક દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. ગણિતના શિક્ષક જોસ પિનાસ સ્કર્ટ પહેરી વર્ગમાં આવ્યા. તેમણે સ્કર્ટ પહેર્યા બદલ સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવેલા 15 વર્ષીય વિદ્યાર્થી માઇકલ ગોમેઝના સમર્થનમાં કૃત્ય શરુ કર્યું હતું. અને કહ્યું હતું કે તેમને મનોવૈજ્ઞાનિકોની જરૂર છે. બાદમાં, માઇકલે ટિકટોક પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે સ્કર્ટ પહેરીને નારીવાદ અને વિવિધતા બતાવવા માંગે છે. મામલો વાયરલ થયા પછી ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્કર્ટ પહેરીને સ્કૂલે આવી રહ્યા છે.

(5:26 pm IST)