Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

એર ઇન્ડિયા 9 જૂનથી 30 જૂન વચ્ચે કેનેડામાં પોતાની ફ્લાઇટને ઉડાન ભરાવશે

નવી દિલ્હી: એર ઈન્ડિયાએ બુધવારે જાહેરાત કરી કે, તે ૭૫ આંતરાષ્ટ્ર્રીય લાઈટસ અમેરિકા અને કેનેડાના કેટલાક સિલેકટેડ ડેસ્ટિનેશન પર મોકલશે. લાઈટસ વંદે ભારત મિશન અંતર્ગત જૂનથી લઈને ૩૦ જૂન વચ્ચે ઉડાન ભરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, જે લોકો અમેરિકા અને કેનેડા જવા ઈચ્છે છે, તેમણે પહેલા કેટલીક શરતો પૂરી કરવી પડશે, તે પછી તેમની ટિકિટ બુક થશે.

               તેમણે કહ્યું કે, ૭૫ લાઈટસ ન્યૂયોર્ક, નેવાર્ક, શિકાગો, વોશિંગ્ટન, સાન ફ્રાન્સિસ્કો, વાનકુવર અને ટોરન્ટો જેવા ડેસ્ટિનેશન પર જશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ૨૫ મેથી ડોમેસ્ટિક લાઈટસ થઈ ચૂકી છે અને આંતરાષ્ટ્ર્રીય વિમાન સેવા હજુ બધં છે અને આગળ પણ બધં રહેશે, યાં સુધી બીજો આદેશ આવી જાય.

(6:32 pm IST)