Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કોલોરાડો યુનિવર્સીટીના સંશોધકોએ કરી મહત્વની જાહેરાત:માનવીથી પ્રભાવિત ન હોય તેવો વાયુ મંડળીય વિસ્તાર શોધી કાઢ્યો

નવી દિલ્હી : માનવ ગતિવિધિઓનાં કારણે જળવાયુમાં ઝડપથી પરિવર્તન થઇ રહ્યું છે, એટલા માટે વૈજ્ઞાનિકો અને સંશોધકોએ પૃથ્વી પર એક એવો ખુણો શોધવા માટે હંમેશા સંઘર્ષ કર્યો છે. જે લોકોની પહોંચથી દુર હોય અને તેના પર માનવ ગતિવિધિઓનો કોઇ પ્રભાવ હોય. કોલોરાડો સ્ટેટ યૂનિવર્સિટીનાં સંશોધકોએ અત્યારે એક એવા વાયુમંડળીય વિસ્તાર શોધ્યો છે જે માનવીય ગતિવિધિથી જરા પણ પ્રભાવિત નથી થયો. તેમનું કહેવું છે કે અહીં વિશ્વની સૌથી સાફ હવા છે, જે એરોસોલ કણોથી મુક્ત છે. દક્ષિણી મહાસાગરની ઉપર આવેલું છે, જે અંટાર્કટિકાનાં ચારે તરફ છે.

(6:26 pm IST)