Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

હાઇડ્રોકસીકલોરોકવીનથી હૃદયના ધબકારને થાય છે અસર 'હાર્ટ રિધમ' જર્નલમાં પ્રકાશિત અભ્યાસનું તારણ

મેલેરિયાની દવા હાઇડ્રોકસીકલોરોકવીન દવાનો પ્રચાર કોવિડ-૧૯ના સંભવિત ઉપચાર તરીકે કરવામાં આવ્યો છે પણ હવે તેના પર અમેરિકાની જ્યોર્જીયા ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકો સહિત અન્ય રિસર્ચરોએ ઓપ્ટીકલ મેપીંગ પ્રણાલીનો ઉપયોગ એ દર્શાવવામાં કર્યો હતો કે કેવી રીતે આ દવા હૃદયના ધબકારાને નિયંત્રીત કરનારા વિદ્યુત સંકેતોમાં ગંભીર ગરબડ ઉત્પન્ન કરે છે. રિસર્ચરોએ જણાવ્યું કે, આ અભ્યાસમાં જાણવા મળ્યું કે આ દવા આશ્ચર્યજનક રીતે હૃદયના ધબકારાઓમાં અનિયમીતતા ઉત્પન્ન કરે છે. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ બે પ્રકારના જાનવરોના હૃદય પર દવાની અસરનો અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે આ દવા હૃદયના ધબકારાનું નિયંત્રણ કરનાર વિદ્યુત તરંગોના સમયને બદલાવી નાખે છે. જોકે જરૂરી નથી કે જાનવરો પર કરાયેલ અભ્યાસ માણસોને પણ લાગુ પડે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમણે જે વીડિયો બનાવ્યો છે તેમાં એ સ્પષ્ટ દેખાય છે કે આ દવા કેવી રીતે હૃદયમાં વિદ્યુત તરંગોમાં ગરબડ ઉત્પન્ન કરે છે.

(3:19 pm IST)