Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

24 કેરેટ ગોલ્ડની હોટલ જોઇ લો

લંડન,તા.૪ : વિયેટનામની રાજધાની હેનોઈની એક સિકસ સ્ટાર હોટેલના ઇન્ટીરિયર અને એકસ્ટીરિયરમાં ર૪ કેરેટ ગોલ્ડ વપરાશે. હોટેલના અંદરના અને બહારના ભાગો પર જપાનથી ઇમ્પોર્ટ કરેલી ર૪ કેરેટ ગોલ્ડ ઇન્ફ્યુઝડ ટાઇલ્સ જડવામાં આવશે. હેનોઈ ગોલ્ડન લેક હોટેલની અંદરનું અને બહારનું બધું કામ આ વર્ષના અંત સુધીમાં પૂરૂ થવાની શકયતા છે. એકસ્ટીરિયરનું કામ લગભગ પૂરૂ થવામાં છે. હોટેલ પૂરેપૂરી બંધાઈ જતાં વિશ્વનું એક મહત્ત્વનું આકર્ષણ બનશે. હોઆ બિન્હ ગ્રુપની હેનોઇ ગોલ્ડન લેક હોટેલ વિશ્વની પ્રથમ અલ્ટ્રા-એકસકલુઝિવ નથી. ઇન્ટીરિયર અને એકસ્ટીરિયર બન્ને સો ટચના એટલે કે ૨૪ કેરેટ સોનાના બનેલા રહેશે એ એની સૌથી અલગ તરી આવતી વિશેષતા અને આકર્ષણ છે. આ પ્રકારની એ વિશ્વની પહેલી હોટેલ છે. એમાં ફર્નિચર, સિન્ક અને બાથટબ સહિત બધાં સાધનો અને વસ્તુઓ તેમ જ આખી લોબી સુધ્ધાં ગોલ્ડ પ્લેટેડ રહેશે.

દુબઈની બુર્જ અલ અરબ હોટેલ ૨ર કેરેટ ગોલ્ડ પ્લેટેડ એલિવેટર અને લાંબી માટે મશહૂર છે. સંયુકત આરબ અમીરાતની એમિરેટ્સ પેલેસ હોટેલ ગોલ્ડ પેઇન્ટેડ સીલિંગ અને દીવાલો માટે જાણીતી છે. પરંતુ પૂર્ણ રૂપે સુવર્ણમય સજાવટ હેનોઈ ગોલ્ડન લેકમાં જોવા મળશે.

(3:16 pm IST)