Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

આફ્રિકા ખંડમાં સંક્રમિતોનો આંકડો દોઢ લાખ ઉપર

આફ્રિકા ખંડમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દોઢ લાખથી વધી ગઇ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે ૧૩૦ કરોડની વસ્તીવાળો આ ખંડ હજુ પણ આ મહામારીમાં સૌથી ઓછો અસરગ્રસ્ત થયો છે.

આફ્રીકા ખંડમાં ૫૪ દેશ છે અને તેમાંથી ઘણાં દેશો શાળાઓ અને અર્થવ્યવસ્થા ખોલવા બાબતે ચિંતીત છે. રવાંડા સહારા વિસ્તારનો પહેલો દેશ છે જેણે કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાગુ કર્યું હતું. આ અઠવાડિયે ત્યાં પહેલું મોત જાહેર થયા પછી તેણે લોકડાઉનમાં ઢીલ આપવાની ગતિ ધીમી કરી નાખી છે. આફ્રીકામાં અત્યાર સુધીમાં ૪૩૦૦થી વધારે મોત થઇ ચૂકયા છે.

(3:15 pm IST)