Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ઇન્ડોનેશિયાએ કોરોનાના કારણે હજયાત્રા રદ્દ કરી

જાકાર્તા : ઇન્ડોનેશિયા સરકારે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે હજયાત્રામાં પોતાના નાગરિકોને ન મોકલવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડોનેશિયાના ધાર્મિક બાબતોના પ્રધાન એફ રાજીએ જણાવ્યું કે, સાઉદી અરબે અત્યાર સુધી એ જાહેર નથી કર્યું કે જુલાઇમાં થનાર હજ માટે તે અન્ય દેશોને પરવાનગી આપશે કે નહીં અને હજ માટેની તૈયારી કરવા માટે પણ બહુ મોડું થઇ ગયું છે. રાજીએ કહ્યું કે, સરકાર ૨૦૨૦ની હજયાત્રા માટે પોતાના નાગરિકો નહીં મોકલે. ઇન્ડોનેશીયામાં દુનિયાની સૌથી વધુ મુસ્લિમ વસ્તી રહે છે. સાઉદી અરબમાં આવેલ ઇસ્લામના સૌથી પવિત્ર શહેરો મક્કા અને મદીનામાં અહીંથી સૌથી વધારે યાત્રીઓને મોકલાય છે. આ વર્ષે ૨,૨૧,૦૦૦ યાત્રીઓ જવાના હતા. રાજીએ કહ્યું કે, આ પહેલાની મહામારી દરમિયાન હજની પરવાનગીથી હજારો લોકો તેનાથી પીડિત થયા હતા.

(3:15 pm IST)