Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

સિંગાપુરમાં કોરોનાના ૫૪૪ નવા કેસ : લોકડાઉનમાં ઢીલની શરૂઆત

સિંગાપુરમાં મંગળવારે કોરોનાના ૫૪૪ નવા કેસ જાહેર થયા. દેશમાં લગભગ બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનની મુદ્દત પુરી થયા પછી પહેલા તબક્કામાં ઓછા જોખમવાળા ધંધાઓ ફરીથી શરૂ કરવાની પરવાનગી આપી દેવાઇ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, નવા કેસોમાં સીંગાપુરનો ફકત એક જ નાગરિક છે અને બાકીના બધા વિદેશી કર્મચારીઓ છે જે સાંકડી જગ્યાઓમાં રહે છે. સિંગાપુરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૩૫,૮૩૬ થઇ છે. જ્યારે ૨૪ લોકોના મોત થયા છે.

(3:14 pm IST)