Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

સિગારેટનો ૧ કસ ૧૧ મિનિટની જિંદગી ઘટાડે

ધૂમાડો શરીરમાં પ્રવેશીને શું કરે છે, તે જાણવા જેવું છે

રાજકોટ :.. તમે પીધેલી દરેક સીગારેટ તમારી જીંદગીની ૧૧ મીનીટ ઓછી કરે છે.

તમારા શરીરમાં સીગારેટની શું અસર થાય છે તે ખરેખર જાણવા જેવું છે.

પહેલી પાંચ મીનીટ

* કફ, નાક, શ્વાસનળી અને અન્ન નળીમાં અવરોધ.

* મોઢામાં રહેલા ફાયદાકારક બેકટેરીયા મરી જાય છે જેના લીધે મોઢામાં બદબુ આવે છે અને મોઢું સુકાય છે.

*  હોઠ, પેઢા અને દાંતનો કલર બદલાય છે.

ર૦ મીનીટ પછી

નીકોટીન લોહીમાં ભળે છે

* ધબકારા અને બ્લડ પ્રેસર વધે છે.

* ગંધ ને ઓળખવાની શકિત ઘટે છે.

* ફેફસામાં બળતરા થાય અને ફેફસાની અંદર એક ચીકણા પદાર્થનું પડ બને.

૮ થી ૪૮ કલાક

* ગંધ, સ્વાદની શકિત નબળી પડે ઘણીવાર સાંભળવાની શકિત ને પણ અસર થાય.

* ફેફસામાંથી ચીકણો પદાર્થ છાતી અને સાઇનસમાં આવે.

* બ્લડ સકર્યુલેશનમાં અવરોધ આવે.

ધુ્મ્રપાન તમારી વહાલી વ્યકિત માટે પણ નુકશાનકારક પેસિવ સ્મોકીંગના કારણે ધુમ્રપાન ન કરાનારાઓ પણ એટલા જ જોખમમાં મુકાય છે જેટલા ધુમ્રપાન કરનારા. તેમને પણ ફેફસાનું કેન્સર અને હૃદયરોગ થવાનું જોખમ રહે છે.

માટે આજે જ ધુમ્રપાન છોડો.

(3:18 pm IST)