Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

મીઠાની ખાણમાં ૪૦૦ મીટર ઊંડે ભૂગર્ભમાં બન્યું છે સ્પા

બેલારુસમાં મીઠાની ખાણો મેડિકલ ટૂરિઝમ માટે સહેલાણીઓને આકર્ષવાનું માધ્યમ બની છે. અહીં જમીનની અંદર મીઠાની ખાણમાં ૪૦૦ મીટર ઊંડે આવેલી ગુફામાં સ્પા બનાવેલું છે. એમા રહીને સારવાર કરવા માટે દર વર્ષે પર્યટકો આવે છે. બેલારરુસમાં નમક અને પોટેશિયમનો સોૈથી મોટો ભંડાર ધરાવતી ખાણો છે. ૧૯૯૧ ની સાલમાં રાજધાની મિન્સ્કથી ૧૩૦ કિલોમીટર દુર સાલીહોર્સ્ક ગામમાં સ્પા બન્યું છે, જે નેશનલ સ્પીલિયોથેેરપી કિલનિક નામે જાણીતું છે. આ સ્પામાં ૧૪ દિવસ સુધી રહેવાનું હોય છે. અહીં ટીવી-ઇન્ટરનેટ કશું જ નથી હોતું. લોકો જોગિંગ, વોકિંગ અને વોલીબોલ જેવી રમતો રમી શકે છે. અને મીઠાની ખાણોમાં શાંતિથી બેસે છે. ૧૪ દિવસની સારવાર માટે લગભગ ૭૦,૦૦૦ રૂપિયાનું પેકેજ ઓફર કરવામાં આવે છે. ખાણમાં મંદ મધુર સંગીત વાગતું રહે છે, અને દુનિયાની બીજી તમામ ગતિવિધીઓથી એ તમને અલિપ્ત કરી દે છે. અહીં અસ્થમા, એલર્જી, અને શ્વાસની તકલીફો દુર થતી હોવાનો દાવો થાય છે. જોકે વૈજ્ઞાનીકોએ એમાં કોઇ સમર્થન નથી આપ્યું.

(3:13 pm IST)