Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

આ બહેન છીંક ખાતાં અને નાક સાફ કરતાં હોય એવો એક વિડિયો વેચાય છે ૮૭પ૦ રૂપિયામાં

લંડન તા. ૪: તમારે આંગળી નાખીને નાક સાફ કરવું હોય તો સ્વાભાવિકપણે તમે કોઇ જોતું ન હોય એનું ધ્યાન રાખતા હો છો. જોકે વેલ્સમાં રહેતી ૧૮ વર્ષની એબી હેવુડ નામની કન્યાને એવો કોઇ છોછ નથી. ઉલટાનું આ બહેન પોતે નાક સાફ કરતાં હોય કે ટિશ્યુ વાપર્યા વિના છીંક ખાતાં હોય એવો વિડિયો લે છે અને વેચે છે આ કામ તેમણે કઇ રીતે શરૂ કર્યું એની તો ખબર નથી. પણ એબીનું કહેવું છે કે લોકો તેના નાકને બહુ વખાણે છે અને ઘણી વાર તેને છીંક ખાવા અને નાક સાફ કરવા માટે કહે છે. તે મન ફાવે ત્યારે છીંંક ખાઇ શકે એ માટે તેણે સિલિકોન મટીરિયલનું એક નાનકડું નાક બનાવ્યું છે જે નસકોરામાં નાખીને તે ધારે ત્યારે છીંક ખાઇ શકે. તે પાંચ મિનિટમાં ૧૧થી ૩૭ છીંક ખાઇ શકે છે. લોકો કંઇપણ અળવીતરૃં કરીને કમાણી કરે છે. શરૂઆતમાં તે પોતાની નાક સાફ કરતી વિડિયો-કિલપ ૧૦૦૦-૧પ૦૦ રૂપિયામાં વેચતી હતી. જયારે હવે તો તે ૮૭પ૦ રૂપિયા સુધીમાં વેચે છે. એબીનું કહેવું છે કે કેટલાક અજાણ્યા લોકો તો તેને પ્રત્યક્ષ છીંક ખાવાના રૂપિયા ચુકવવા પણ તૈયાર હોય છે. બહેનનું કહેવું છે કે આ કામથી તેને એકસ્ટ્રા કમાણી થઇ જતી હોવાથી અત્યારે જયાં સુધી ભણવાનું ચાલે છે ત્યાં સુધી આ બિઝનેસ ચાલુ રાખશે.

(11:40 am IST)