Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

ઉનાળામાં એલિગન્ટ લુક અને કમ્ફર્ટ મેળવવા માટે ટ્રાય કરો અલગ-અલગ પ્રકારના પ્લાઝો

સમર સિઝનમાં રેગ્યુલર શૉટ્સ  ઉપરાંત કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો એવરગ્રીન પ્લાઝોના ડિફરન્ટ લુકસ ટ્રાય કરો. પ્લાઝો કમ્ફર્ટેબલ હોવાની સાથે જ તે સ્ટમઈલિસ્ટ લુક પણ આપે છે. પ્લાઝોની ઘણી સ્ટાઈલ્સ છે. તમે પ્લાઝોની સાથે શોર્ટ-લોંગ કુર્તી પહેરી શકો છો, આ ઉપરાંત તેની સાથે ક્રોપ ટોપ કે ટી-શર્ટ પણ ટ્રાય કરી શકાય છે. અથવા કોન્ટ્રાસ્ટ શેડ્સ પણ પસંદ કરી શકો છો.

ફલેયર્ટ પ્લાઝો : ફલેયર્ટ પ્લાઝો લાંગ સ્કર્ટ જેવો જ દેખાય છે. તેની સાથે તમે ટોપ, કુર્તી અને શર્ટ પહેરી શકો છો.

પ્લીટેડ પ્લાઝો : તેમાં સાડીની જેમ નાની-નાની પ્લીટ્સ હોય છે. તેની સાથે તમે શોર્ટ ટોપ્સ અને એ લાઈન કુર્તી મેચ કરી શકો છો.

ટ્રાઉઝર પ્લાઝો : ટ્રાઉઝર પ્લાઝો વેસ્ટ પેન્ટ જેવી ફિટ હોય છે. અને તેમાં આગળની તરફ ઝીપ હોય છે. ફોર્મલ લુક માટે તમે તેની સાથે શર્ટ અથવા જેકેટ પહેરી શકો છો.

ક્રોપ્ડ પ્લાઝો : તેની લેન્થ એન્કલ કરતા ત્રણ-ચાર ઈચી હોય છે. તેની સાથે ટોપ જ સારા લાગશે.

સાઈડ સ્લિટ પ્લાઝો : એલીગન્ટ લુક માટે સાઈટ સ્લિટ પ્લાઝો એકદમ પરફેકટ ચોઈસ છે. તેમાં સાઈડમાં કટ હોય છે. તેની સાથે કુર્તી, ફોર્મલ શર્ટ અથવા ટી-શર્ટ ટીમઅપ કરો.

પ્રિન્ટેડ પ્લાઝો : તમે કંઈક અગલ કરવા માગતા હોવ તો વાઈબ્રન્ટ અથવા બિગ પ્રિન્ટ્સ પ્લાઝો ટ્રાય કરો. બેલેન્સ્ટ લુક માટે તેની સાથે સિંગલ શેટનું પ્લેન ટોપ પહેરો. તેની સાથે પ્રિન્ટેડ ટોપ પહેરવાનું અવોઈડ કરો.

(11:38 am IST)