Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

મિડલ-એજમાં ડિપ્રેશન હોયતો પ્રૌઢાવસ્થા પછી સ્થિતિ વધુ વકરી શકે છે

લંડન, તા.૪: સામાન્ય રીતે ૪૦-૫૫ વર્ષની મિડલ-એજ દરમ્યાન વ્યકિત ખૂબ જ એકિટવ જીવન જીવતી હોય છે. આ સમય ગાળા દરમ્યાન જો તમે ડિૅપ્રેશનના શિકાર બન્યા હો તો પાછલી વય મુશ્કેલ બની શકે છે. ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ બ્રેડફર્ડના સાઇકોલોજિલ્ટોનું કહેવું છે કે મિડલ-એજ દરમ્યાન હોય તો જેમ-જેમ ઉંમર વધતી જાય એમ-એમ ડિપ્રેશનનાં લક્ષણો વધુ ગંભીર થતાં જાય છે. પાછલી વયે જયારે બેઠાડુ જીવન વધી જાય છે ત્યારે આ સમસ્યાનો ઇલાજ કરવો પણ અઘરો બને છે. સંશોધકોએ પંદર વર્ષ સુધી સતત ૩૨૦૦ વૃદ્ધોના સ્વાસ્થ્યનો ડેટા મોનિટર કરીને નોધ્યું હતું છે કે જેમ વૃદ્ધાવસ્થામાં વર્ષો ઉમેરાતાં જાય છે એમ ડિપ્રેશનનું લેવલ વધુ ગહેરું થતું જાય છે. સ્ત્રીઓમાં શરૂઆતમાં પુરુષો કરતાં વધુ ઝડપથી ડિપ્રેસિવ લક્ષણો આકાર લે છે. જોકે ૮૦ વર્ષ પછી પુરૂષોમાં ડિપ્રેસિવ લક્ષણો ખૂબ જ ઝડપી થઇ જાય અને સ્ત્રીઓ પોતાની જાતને  થોડીક સંભાળી લે છે.

(3:50 pm IST)