Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

અપૂરતી ઊંઘને લીધે રાતે જન્ક-ફૂડ કે આચરકૂચર ખાવાનું મન થઇ શકે

લંડન, તા.૪: ઊંઘ અને ખોરાક શરીરને સ્વસ્થ રાખવા માટેનાં બહુ મહત્વનાં ફેકટર્સ છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ એરિઝોનના નિષ્ણાતોનું કહેવું છે કે અપૂરતી ઊંઘ અને રાતે ઊઠીને જન્ક ફૂડ ખાવાનું ક્રેવિંગ એ બે વચ્ચે સીધો સંબંધ છે. આ એક વિષચક્ર જેવું છે. ઓછી ઊંઘ હોવાથી જન્ક-ફૂડ ખાવાનું મન થાય છે કે પછી જન્ક-ફૂડ ખાવાથી ઊંઘમાં ખલેલ પડયા કરે છે એ કહેવું મુશ્કેલ છે. અનહેલ્ધી ઇટિંગ બિહેવિયરને કારણે ઊંઘ પર માઠી અસર પડે છે. અને ખલેલવાળી અથવા તો અપૂરતી ઊંઘને કારણે અચાનક ગળ્યું, તળેલું અને ફીલ-ગુડ કરાવે એવું જન્ક-ફૂડ ખાવાનું મન થઇ શકે છે. અભ્યાસકર્તાઓએ નોધ્યું હતું કે અનિદ્રાની સમસ્યા ધરાવતા ૬૦ ટકા લોકોમાં જન્ક-ફૂડની આદત હોય છે.

(4:22 pm IST)