Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ચ્યુઇંગ ગમ ચાવતાં-ચાવતાં ચાલવાથી હાર્ટ-રેટ વધે

લંડન તા ૪ : કસરત કરતી વખતે હાર્ટ-રેટ વધે તો શરીરમાં ચયાપચયની ગતિ સુધરે. આ માટે ચ્યુેઇંગ ગમ સારૂ કામ આપી શકે છે. એવુ જાપાનના નિષ્ણાંતોએ નોંધ્યું છે નગોયા યુનિવર્સિટીના સંશોધકોએ વોલન્ટિયર્સ પર બે પ્રકારનો પ્રયોગ કર્યો. એકવાર પનર્ટિસિપન્ટ્સને  ૩ કેલેરી ધરાવતી ચ્યુઇંગ ગમ ચાવવા આપીને ચાલવાનું કહ્યું બીજીવાર તેમને ચ્યુઇંગ સિવાયની અન્ય કોઇ ચીજ મોમાં રાખીને ચલાવવામાં આવ્યા. બન્ને વખતે તેઓ કેટલા ડગલા ચાલ્યા, કેટલી સ્પીડમાં ચાલ્યા, કેટલું અંતર કાપ્યું અને એ ખરમ્યાન તેમનો હાર્ટ-રેટ કેટલો રહ્યો એ નોંધવામાં આવ્યું હતું શોધકર્તાઓને જોવા મળ્યું હતું કે ચ્યુઇંગ ગમ ચગળતી વખતે તમામ પાર્ટિસિણન્ટ્સનો હાર્ટ-રેટ વધુ ઝડપી બન્યો હતો.. એને ારણે એકસરખું ચાલવા છતા શરીરમાં કેલરી બર્ન થવાની પ્રક્રિયા ઝડપી બની હતી. હાર્ટ-રેટ વધરવાને કારણે કસરત પૂરી કર્યા પછી પણ મેટાબોલિઝમ રેટ ઉંચો રહ્યો અને કેલરી બર્ન થવાનું ચાલુરહ્યું હતું. જપાનીઝ અભ્યાકર્તાઓન માનવુ છે કે ૅેચ્યુઇંગ ગમ ચાવવાથી સતત મવમેન્ટ થતી હોવાથી દિલની ધડકવાની ગતી વધતી હશે.ચ્યુઇંગ ગમમાં રહેલા કોઇ કેસ્મિકને કારણે આમ થવું શકય છે કે કેમ એ હજી સંશોધનનો વિષ્ય છે.

(3:49 pm IST)