Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ઈંગ્લેન્ડમાં 21 વર્ષીય માતાએ આપ્યો 5.8 કિલોના બાળકને જન્મ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડમાં 21 વર્ષીય માતાએ 16 એપ્રિલે દીકરીને જન્મ આપ્યો, પણ જન્મ આપતાની સાથે બેબી ચર્ચાનું કેન્દ્ર બન્યું. જન્મતાની સાથે તેનું વજન 5.8 કિલો હતું. બાળકનું આટલું વજન કોઈને ડૉક્ટર પણ અચંબામાં મૂકી ગયા હતા. જો કે, હાલ બાળક અને માતા બંને સ્વસ્થ છે. એમિલિયા યુકેમાં બીજા નંબરનું સૌથી વજનદાર ન્યૂબોર્ન ચાઈલ્ડ બની છે.એમ્બરે કહ્યું, પ્રેગ્નન્સી દરમિયાન હું માર્કેટમાં જતી ત્યારે લોકો મારા બેબી બમ્પ સામે સામે વિચિત્ર રીતે જોતા હતા કારણકે તેની સાઈઝ નોર્મલ કરતાં વધારે હતી. મને અને મારા પતિ સ્કોટ તથા ડૉક્ટરને લાગતું હતું કે હું જોડિયાં બાળકોને જન્મ આપીશ પણ સોનોગ્રાફીમાં માત્ર એક બાળક દેખાતું હતું.એમિલિયાના આટલા બધા બધા વજનથી એમ્બરને વધારે દુખાવો સહન કરવો પડ્યો હતો. C સેક્શન ડિલિવરીમાં એમિલિયાનો જન્મ થયો હતો. તેની પ્રેગ્નન્સીમાં ઘણા બધા કોમ્પ્લીકેશન હતા પણ હાલ મા-દીકરી એકદમ સ્વસ્થ છે.

(5:17 pm IST)
  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST

  • બંગાળ હિંસાઃ વડાપ્રધાને ખૂન-ખરાબા અંગે ચિંતા વ્યકત કરી : રાજ્યપાલ સાથે વાત કરી રીપોર્ટ માંગ્યોઃ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યોઃ સીબીઆઈ તપાસની માંગણી access_time 4:07 pm IST

  • રાજકોટમાં પવનનો જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં ૩૯.૪ ડીગ્રી, ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છેઃ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે કે હજુ એકાદ બે દિવસ મહતમ તાપમાન ૪૦-૪૨ ડિગ્રીની રેન્જમાં રહેશેઃ ત્યારબાદ બે ડીગ્રીનો વધારો જોવા મળશે access_time 4:07 pm IST