Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રસોડાની પાઇપ તુટી તો રિપેરીંગ બાદ પ્લમ્બરે માંગ્યા ૪ લાખ : બિલ વાયરલ

હું મારી સર્વિસ માટે કોઇ પણ રકમ વસૂલ કરી શકું છું. જો હું ઇચ્છું તો હું એક કલાક માટે ૧ કરોડ પણ લઇ શકુ છું. તેમ કોઇને વાંધો ન હોવો જોઇએ કારણે કે હું તેનો નિષ્ણાંત છું

લંડન,તા. ૪: તમારા રસોડામાં કોઈ પાઇપ તૂટી ગઈ છે અને તમે તુરંત ફોન કરીને પ્લમ્બરને બોલાવ્યો. તેણે પાઇપ ઠીક કર્યા પછી એવડી રકમ માંગી હોય કે જે શાંભળીને તમારા હોશ ઉડી જાય, તો તમે શું કહેશો? આ રકમ સેંકડો અથવા તો હજારોમાં નથી, પરંતુ લાખોમાં છે. હા, બ્રિટનનો આવો જ એક કિસ્સો હેડલાઇન્સમાં આવ્યો છે.

એક પ્લમ્બર દ્વારા એશ્લે ડગ્લાસ નામના વિદ્યાર્થીને આશરે ૪ લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે. અને તે પણ પાઈપો રિપેર કરવાના નામે. એશ્લેએ પોતે આખી કહાની કહી.એશ્લેએ કહ્યું કે તેઓ હેટ્સમાં રહે છે. એક દિવસ તેના રસોડામાં ઘણું પાણી ભરાયુ હતું. જે બાદ તેણે તેને રિપેર કરવા માટે પીએમ પ્લમ્બર સર્વિસના પ્લમ્બર મેહદી પૈરવીને ફોન કરીને રિપેરિંગ માટે બોલાવ્યો હતો. પરંતુ મહેદીએ કામ કર્યા પછી જે બિલ આવ્યું તેનાથી એશ્લેના હોશ ઉડી ગઈ. કારણ કે તે રકમ લગભગ ૪ લાખ રૂપિયા જેટલી છે.

એશ્લેએ મીડિયાને જણાવ્યું હતું કે, મેં શરૂઆતમાં આ વ્યકિતને પૈસા વિશે પૂછ્યું હતું, પરંતુ આ પ્લમ્બરે મારી વાતને ઈગ્નોર કરી દીધી અને તેના કામમાં લાગી ગયા. પરંતુ આ કામ પૂર્ણ થયા પછી, આ વ્યકિતએ મારું બીલ લગભગ ૩૯૦૦ પાઉન્ડ (લગભગ ચાર લાખ) બનાવ્યું.

આ સમગ્ર મામલામાં જયારે પ્લમ્બર મેહદીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, હું મારી સર્વિસ માટે કોઈપણ રકમ વસૂલ કરી શકું છું. જો હું ઇચ્છું તો હું એક કલાક માટે ૧ કરોડ પણ લઈ શકું છું. તે કોઈને વાંધો ન હોવો જોઈએ. કારણ કે હું તેનો નિષ્ણાત છું અને નિષ્ણાત તેની કિંમત તેના પોતાના પ્રમાણે નક્કી કરી શકે છે. જો કે, અન્ય પ્લમ્બિંગ સર્વિસ સાથે સંકળાયેલા નીલ નામના યુવકે જણાવ્યું હતું કે, આ કામ ૨૫૦ યુરોથી વધુ નથી અને મહેદી એશ્લેથી બિનજરૂરી રિકવરી કરી રહ્યો છે.

(10:40 am IST)