Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જાપાને વિકસાવ્યો નેનો રોબોટ:શરીરમાં પ્રવેશી કરશે વાયરસનો નાશ

નવી દિલ્હી: જાપાનના સંશોધકોએ એક નેનો રોબોટને કેન્સરગ્રસ્તના શરીરમાં નાખીને કેન્સર કોશિકાઓનો નાશ કરવામાં સફળતા મેળવી છે એટલું જ નહી દુનિયામાં હવે પછી જો કોરાના જેવી મહામારી આવશે તો નેનો મશીન તેને પડકાર આપશે. આ મિનિસ્કયૂલ રોબોટ એટલા નાના હોય છે કે તે શરીરની અંદર સરળતાથી ફરી શકે છે અને જીવલેણ વાયરસ સુધી પહોંચીને ખાતમો બોલાવે છે. આ નેનો રોબોટ આ વાયરસની ઓળખ કરવામાં પણ સક્ષમ હશે એટલું જ નહી શરીરની પ્રતિરોધી કોશિકાઓને વાયરલ કણો પર હુમલો કરવા માટે પણ તૈયાર કરશે.

                       ભવિષ્યમાં જીવનદાતા સાબીત થનારો નેનો રોબોટ સિંથેટિક પોલીમર્સ, જેનેટિક પદાર્થો અને ઓર્ગેનિક કંપાઉન્ડસથી બનેલો છે. આ વાયરસની ઓળખ કરવામાં પણ સક્ષમ છે એટલું જ નહી શરીરની પ્રતિરોધી કોશિકાઓને વાયરલ કણો પર હુમલો કરવા માટે પણ તૈયાર કરી શકાય છે. જો કે આ નેનો રોબોટ હાલમાં તો કોઇ સાયન્સ ફિકશન જેવું લાગે છે પરંતુ વિજ્ઞાનની અનેક શોધો કલ્પનામાંથી જ આવી છે. જાપાનમાં કાવાસાકી શહેરમાં આવેલા ઇનોવેશન સેંટર ઓફ નેનો મેડિસિનની ટીમના રિસર્ચર અને તેમની ટીમને કેન્સરની સારવાર માટે સારા પરીણામો દેખાઇ રહયા છે.

(6:43 pm IST)