Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ચીનના લોકો સાપ અને બીજા પ્રાણીઓના માંસ ખાવા માટે માર્કેટમાં એકઠા થયા

નવી દિલ્હી: કોરોનાના પગલે આટલી તબાહી મચી છે પણ ચીનાઓ સુધરવા માટે તૈયાર નથી. લોકડાઉન ખતમ થયા બાદ એક વખત ફરી ચીનના લોકો સાપ અને બીજા પ્રાણીઓનુ માંસ ખાવા માટે માર્કેટમાં ભીડ જમાવી રહ્યા છે. આ બધાની વચ્ચે એક હેરાન કરનારો અહેવાલ બ્રિટનના એક અખબારે પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ચીનમાં જિયાંગસૂ પ્રાંતમાં રહેતા વાંગ નામના વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડતા તે ડોક્ટર પાસે પહોંચ્યો હતો. ડોક્ટરે સીટી સ્કેન કરતા તેના ફેફસામાં જે જોવા મળ્યુ તેનાથી તેઓ પણ હેરાન થઈ ગયા હતા.

                   તેના ફેફસામાં કીડા ભરતાયેલા હતા. ડોક્ટરોને તેણે કહ્યુ હતુ કે, મને અલગ અલગ જાનવરોનુ મીટ ખાવાનુ પસંદ છે. એક વખત મેં સાપ ખાધો હતો અને તેનુ ગોલબ્લેડર કાચુ હતુ. ડોક્ટરના કહેવા પ્રમાણે તેના ફેફસામાં કીડા પડવાનુ આ જ કારણ હોઈ શકે છે. કારણકે આ બીમારીને પેરાગોનિમિયાસીસ કહે છે અને સામાન્ય રીતે કાચુ મીટ ખાવાથી તે થાય છે.

(6:42 pm IST)