Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

આફ્રિકી દેશ તંજાનિયામા બકરીથી લઈને હવે ફળો સુધી પહોંચ્યો કોરોના વાયરસ

નવી દિલ્હી: આફ્રિકી દેશ તાંઝાનિયામાં હવે બકરીથી લઈને ફળો સુધી બધુ કોરોના વાયરસ પૉઝિટીવ આવ્યુ છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ જૉન માગુફલીએ કોરોના વાયરસ ટેસ્ટ કિટ અંગે સવાલ ઉઠાવ્યા છે. આ ટેસ્ટ કિટને તાંઝાનિયાએ પાછી આપી દીધી છે કારણકે કહેવામાં આવી રહ્યુ છે કે આ કિટમાં ખોટ છે. તાંઝિનિયામાં એક બકરી અને પપૈયામાં કોરોના વાયરસ મળ્યો છે અને હવે આ દેશમાં હોબાળો મચી ગયો છે.

તાંઝાનિયામાં રવિવારે 480 કેસ સામે આવ્યા અને 17 લોકોના મોત થઈ ગયા. રાષ્ટ્રપતિ માગુફલીએ કહ્યુ કે તે મેડાગાસ્કર એક પ્લેન મોકલશે જેથી ત્યાં ઈલાજ લાવી શકાય જેનો ઉલ્લેખ ત્યાંના રાષ્ટ્રપતિએ કર્યો હતો. મેડાગાસ્કરના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે એક હર્બલ મિક્સ જેને આંતરરાષ્ટ્રીય માન્યતા નથી મળી તેનાથી કોરોના ઠીક થઈ શકે છે. માગુફલીએ કહ્યુ કે તે મેડાગાસ્કર સાથે વાત કરી રહ્યા છે. તેમની પાસે આનો ઈલાજ છે.

(6:42 pm IST)