Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોનાએ રશિયા પર કર્યો અત્યારસુધીનો સૌથી મોટો હુમલો

નવી દિલ્હી: ચીન, અમેરિકા, સ્પેન અને ઈટાલી બાદ કોરોના વાયરસ હવે રશિયાને નિશાન પર લઈ રહ્યું છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં એટલે કે, રવિવારે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. માત્ર એક જ દિવસમાં કોરોનાના 10,633 કેસ સાથે તે રશિયાનો કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાનો રેકોર્ડ છે. આ સાથે જ રશિયામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 1,34,687 થઈ ગઈ હતી.

કોરોના સંક્રમણ મામલે રશિયા હાલ વિશ્વમાં સાતમા ક્રમે છે. રશિયામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 1,280 લોકોના મોત થયા છે પરંતુ અમેરિકા, સ્પેન અને ઈટાલી જેવા દેશોની સરખામણીએ રશિયામાં બીમાર લોકોની તુલનાએ મૃતકઆંક ખૂબ જ ઓછો છે. જો કે, રવિવારે રશિયામાં કોરોનાના કારણે 58 લોકોના મોત થયા છે. રશિયાની રાજધાની મોસ્કોની સ્થિતિ સૌથી ખરાબ છે અને ત્યાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ છે જેથી ચિકિત્સા પ્રણાલી ગંભીર સંઘર્ષનો સામનો કરી રહી છે. એક અહેવાલ પ્રમાણે મોસ્કોમાં દરરોજ 1,700 લોકો ભરતી થઈ રહ્યા છે.

(6:41 pm IST)