Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

દુબઈની એક મહિલાને ઓનલાઇન એરપોડ્સ ખરીદવા ભારે પડ્યા: નીકળ્યા ડુપ્લીકેટ

નવી દિલ્હી: દુબઈની એક મહિલાને એમેઝોન પરથી ડુપ્લિકેટ એરપોડ્સ ખરીદવા ભારે પડ્યા. એલિઝે માર્ચ મહિનામાં 50 યુરો એટલે કે 4140/- રૂપિયા આપીને એરપોડ્સ મંગાવ્યા હતા પણ આ મહિલા બોક્સ જોઈને ચોંકી ગઈ હતી. આ એરપોડ્સ માથાની સાઈઝ જેટલા વિશાળ હતા. એલિઝે આ વિશાળ અને ફેક એરપોડ્સનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો. તેના ટ્વીટને 3 લાખથી વધારે લોકોએ લાઇક આપી છે અને યુઝર્સ કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ એરપોડ્સ મનુષ્યના નહિ પણ હાથીનાં હોય એવું લાગે છે. અન્ય લોકોએ કમેન્ટ કરી કે, શું તમે સાચી સાઈઝના એરપોડ્સ ઓર્ડર કર્યા હતા? આ મોટા એરપોડ્સ તો હેરડ્રાયર જેવા લાગે છે. એલિઝેની પોસ્ટ જોઈને યુઝર પોતાનું હસવું રોકી નથી શકતા.

(6:41 pm IST)