Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સાર્ક દેશોમાં કોરોના સંક્રમિતની સંખ્યા પહોંચી 76 હજારને પાર

નવી દિલ્હી:જોન્સ હોપકિન્સ વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ જણાવેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આખી દુનિયામાં લગભગ 35,66,469 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.કોરોનાથી થનાર મૃત્યુની સંખ્યા 2,48,302ને પણ વધી ગઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

       આ વાયરસના કારણોસર અત્યારસુધીમાં 1,154,549 લોકો સાજા થયા પછી હોસ્પિટલથી ઘરે પહોંચી ગયા હતા સાર્ક દેશોની જો વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનમાં હાલમાં 2704 ઘટના નોંધવામાં આવી છે આ વાયરસના કારણોસર મ્રુતકઆંક 85એ પહોંચ્યો છે.

(6:40 pm IST)