Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

બ્રિટનની બે બાળકોની મમ્મી કોરોના સામે ઇમ્યુનિટી વધારવા માટે વીર્યની સ્મૂધી બનાવીને પી જાય છે

લંડન,તા.૪: બ્રિટનની બે બાળકોની મમ્મી ૩૨ વર્ષની ટ્રેસી કિસ કહે છે કે મને કોરોના ઇન્ફેકશનની કોઇ ચિંતા નથી, કારણ કે હું રોગપ્રતિકાર શકિત વધારવા માટે રામબાણ ઇલાજ કરૂ છું. તે ૨૦૧૭થી નિયમતિ અઠવાડિયામાં ત્રણ વખત વીર્યનું સ્મૂધી પીએ છે. અવારનવાર એમાં કેળાં અને સ્ટ્રોબેરી -મર્બરી જેવી બેરીઝ કે અન્ય ફળો પણ ભેળવે છે. તે કયારેક તાજું સ્પર્મ સ્મૂધી પીએ છે અને એ ખૂબ દૂરના સગા એવા બોયફ્રેન્ડનું વીર્ય આઇસ કયુબ ટ્રેમાં ભરીને ફ્રીઝરમાં રાખી મુકે છે. આ ઉપચારને વર્લ્ડ ઓર્ગેનાઇઝેશને કે બ્રિટનની નેશનલ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કે બ્રિટનની નેશનલ હેલ્થ સવિસે અથવા અન્ય કોઇ સર્વમાન્ય તંત્રે માન્યતા આપી નથી. બ્રિટનની સરકાર તો લોકોને કોરોના વાઇરસથી બચવા માટે ઘરમાં રહેવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાની કડક સુચના આપે છે. વીર્ય પીવાથી બીમારીઓને દર રાખી શકાતી હોવાના,ખાસ કરીને કોરોના વાઇરસનો પ્રતિકાર કરવાના કોઇ તબીબી પુરાવા મળ્યા નથી. પરંતુ પર્સનલ ટ્રેઇનરનો વ્યવસાય કરતાં આ સાહસિક બાનુ તેના બોર્યફ્રેન્ડનું વીર્ય મિલ્ક કોલ્ડ ડ્રિન્કની માફક ઘૂંટડા ભરીને માણે છે. એ ઉપરાતં તે લોકોને એનો દવા તરીકે ઉપયોગ કરવાની સલાહ આપવાનું ઊંટવૈદું પણ કરે છે.

ટ્રેસી કહે છે કે 'આ અકસીર અને સચોટ ઉપાયમાં કયાંય રસાયણ નથી, સાવ કુદરતી છે. ફાર્માસ્યુટિકલ મેડિસિનમાં શું હોય એની આપણને ખબર હોતી નથી. એ દવાઓ બનાવવામાં કેવાં-કેવાં રસાયણો વપરાતાં હશે અને એની ખરેખરી અસર કેવી હોય એની પણ આપણને ખબર નથી. હુંર૦૧૭થી વીર્ય પીઉં છું અને ત્યાર પછી મને તાવ, શરદી, ખાંસી જેવી કોઈ વ્યાધિ થઈ નથી. એમાં વિટામિન્સ, પ્રોટીન્સ બધું જ છે. હું તો વીર્યનાં ટીપાં મારા ચહેરા પર ચોળું છું એટલે મારી ત્વચા ચમકદાર અને ઊજળી રહે છે. મારા બોયફ્રેન્ડ કે જે પુરુષનું વીર્ય મેં માગ્યું હોય એ કેટલો હાઈડરેટેડ છે એના પર કેટલા તોલા વીર્ય સ્મૂધી બનાવવા માટે ઉપલબ્ધ થશે એનો આધાર રહે છે. વીર્ય વનસ્પતિજન્ય નથી અને કોઈ પ્રાણીના આંચળમાંથી પણ મેળવાતું નથી. એથી ૧૦૦ ટકા 'વેગન' ગણી શકાય.'

(3:01 pm IST)