Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સોશ્યલ ડિસ્ટન્સિંગ હોટેલઃ સ્વીડનમાં ખૂલશે એક કસ્ટમર બેસી શકે એવી રેસ્ટોરાં

લંડન તા. ૪ : લોકડાઉનના દિવસોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના અનેક પ્રકારના ઉપાયો અને આજમાયશો ચર્ચાના વિષય બને છે. બધા દેશોમાં લોકડાઉનના નિયમો એકસરખા નથી. ભારતમાં હોટેલો અને રેસ્ટોરાં બંધ છે, પરંતુ સ્વીડનમાં નિયંત્રણો સાથે રેસ્ટોરાં ચાલે છે. ત્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે બે ટેબલ વચ્ચે દોરડા બાંધવામાં આવે છે. સ્વીડનમાં એકાદ અઠવાડિયા પછી ખૂલનારી એક રેસ્ટોરાંમાં આખા દિવસમાં ફકત એક જ ઘરાકને ખાવાનું પીરસવામાં આવશે. એનો ઓર્ડર તેને દોરડા પર લટકાવેલી બાસ્કેટમાં સરકાવીને પહોંચાડવામાં આવશે. 'ટેબલ ફોર વન' નામ ધરાવતી એ રેસ્ટોરાં ૧૦ મેએ શરૂ થશે અને ૧ ઓગસ્ટ સુધીજ કાર્યરત રહેશે.

(3:01 pm IST)