Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 3ના મોત: 13 ઘાયલ

નવી દિલ્હી: ગુરુવારના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાકિસ્તાન પરમાણુ ઉર્જા આયોગ પીએસીસીના કર્મચારીઓને લઇ જતી બસ પાસે આત્મઘાતી હુમલાવરે પોતાની જાતને ઉડાવી દીધી જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને 13 અન્ય લોકોને ઇજા પહોંચી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આત્મઘાતી હુમલાખોર અટક શહેરમાં ઢોક  ગામા વિસ્તારની નજીક કર્મચારીઓને લઇ જતી બસની પાસે વિસ્ફોટ કરીને પોતાની જાતને ઉડાવી દીધી હતી.ઘાયલ લોકોને બચાવ દળના  કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે હજુ સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

(6:37 pm IST)