Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

માસ્ક પહેર્યા વગર બહાર નીકળવાની વાતને લઈને ચીનના ટોચના વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

નવી દિલ્હી: ચીનના ટોચના વૈજ્ઞાનિક જોર્જ ગાઓ ચાઈનીઝ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના પ્રમુખ છે.તેમના કહેવા પ્રમાણે યુરોપ અને અમેરિકામાં લોકો માસ્ક નહી પહેરવાની ભૂલ કરી રહ્યા છે. આ વાયરસ ડ્રોપલેટ અને લોકોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જ્યારે પણ તમે વાત કરો છો ત્યારે તમારા મોઢામાંથી ડ્રોપલેટ બહાર આવતા હોય છે. કોરોના વાયરસનો ચેપ જેમને લાગ્યો હોય તેવા ઘણા લોકોમાં તેના લક્ષણો દેખાતા નથી. આ સંજોગોમાં માસ્ક પહેરવાથી આ ચેપ લાગતો અટકાવી શકાય છે.

(5:44 pm IST)