Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ચીનના બધા જ સમાચારપત્ર ડિજિટલ એડિશન બ્લેક એન્ડ વાઈટ થયા

નવી દિલ્હી:ચીનના બધા જ સમાચાર પત્રો ડિજિટલ સંસ્કરણ આજે બ્લેક એન્ડ વાઈટ જોવા મળી રહ્યા છે ચીનમાં આજે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે જે કોરોના  વાયરસના કારણોસર મૃત્યુ પામ્યા છે એવા બધા જ લોકોની યાદમાં ચીનમાં આજે બધા જ સમાચાર પત્રોને બ્લેક એન્ડ વાઇટમાં છાપવામાં આવ્યા છે.

 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બધા જ સમાચાર પાત્રોએ પોતાના ડિજિટલ એડિશનને રંગમાં ન છાપવાનો નિર્ણય લલીધો હતો અને માત્ર બ્લેક એન્ડ વાઈટ છાપવાનો નિર્ણય કરીને કોરોનાની ઝપેટમાં આવીને મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો હતો.

(5:43 pm IST)
  • સાઉદી અરબમાં જાહેરમાં થૂંકનારને મોતની સજા અપાશે : સાઉદી અરેબિયામાં થૂંકવા પર મોટો નિર્ણયઃ કોરોના વાયરસને લઈ સરકારનો નિર્ણયઃ મોલ કે જાહેરમાં થૂકશે તો મળશે મોતની સજાઃ એક વ્યકિત મોલમાં ટ્રોલીમાં થુકયો હતોઃ આરોપીને મળી શકે છે મોતની સજાઃ તેમ ઈટીવી ગુજરાતીએ જણાવ્યુ છે access_time 3:36 pm IST

  • ધગધગતું રાજકોટઃ ૪૦ ડીગ્રી : રાજકોટ : શહેરમાં દિનપ્રતિદિન ગરમીમાં વધારો થઇ રહ્યો છે. આજે બપોરે ૩ વાગે રાજકોટમાં ૪૦ ડીગ્રી ઉષ્ણતામાન નોંધાયું છે. સાંજ સુધીમાં હજુ એકથી દોઢ ડીગ્રીનો વધારો થવાની સંભાવના છે. આવતીકાલે પણ ગરમી ૪૧ ડીગ્રી આસપાસ રહેશે. access_time 3:37 pm IST

  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિ ઓ માટે તા. ૬ એપ્રિલના રોજ સોમવારે સવારે ૧૧.૦૦થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી આરોગ્ય તપાસ અંગેનું આયોજન કરવામાં આવેલ છે. વર્તમાન સમય સંજોગોને નજર સમક્ષ રાખી આ આયોજનમાં સોશિયલ ડિસ્ટનસિંગ નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવનાર છે અને તેમાં સૌ નો સહયોગ આપેક્ષિત પણ છે. સૌ મીડિયા પ્રતિનિધિઓને આ આરોગ્ય તપાસ આયોજનમાં પોતાના સ્વાસ્થયની ચકાસણી કરવાનો લાભ લેવા નિમંત્રણ છે. access_time 5:14 pm IST