Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉન વચ્ચે મલેશિયા સરકારનું તુઘલકી ફરમાન

મહિલાઓ પોતાના પતિને વધુ નખરા બતાવીને હેરાન ન કરે

કુઆલાલામ્પુર તા. ૪: દુનિયાભરમાં લોકડાઉનના કારણે પતિ-પત્નીની વચ્ચે ઝઘડા વધી રહ્યા છે અને તેના કારણે બધા જ પરેશાન છે. મલેશિયાએ લોકડાઉનના કારણે વધી રહેલા આ ઝઘડાઓને ઓછા કરવા માટે મહિલાઓને કેટલાક આશ્ચર્યમાં મૂકે એવા નિર્દેશ આપ્યા છે.

મલેશિયન સરકારે મહિલાઓને નિર્દેશ આપતા કહ્યું કે તેમણે રસોડું અને તમામ રૂમની રોજ સાફ-સફાઇ કરવી જોઇએ. તેનાથી કવોરન્ટીન દરમ્યાન મગજને સ્વચ્છ રાખવામાં મદદ મળે છે. મલેશિયાના મહિલા મંત્રાલયે ફેસબુક પર અનેક પોસ્ટના માધ્યમથી લોકડાઉન દરમ્યાન પત્નીઓને કેવો વ્યવહાર કરવો જોઇએ તેના દિશા-નિર્દેશ આપ્યા છે. એક તસવીરમાં દંપતીને એક સાથે કપડાં સુકવતાં દર્શાવવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે મહેરબાની કરી મહિલાઓ નખરા બતાવીને પોતાના પતિઓને હેરાન ન કરે. બીજી પોસ્ટમાં મહિલાઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેમને કાર્ટૂન કેરેકટર ડોરેમોનનો અવાજ કાઢવો જોઇએ. આ એક કાર્ટૂન કેરેકટર છે જે સમગ્ર એશિયામાં ખૂબ લોકપ્રિય છે.

(11:50 am IST)