Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

બ્રુનેઈમાં ગે-સેકસ કરનારાને પથ્થર મારીને મારી નાખવાની સજા : સમલૈંગિકતા ગેરકાનૂની જાહેર

 બ્રુનેઈમાં સમલૈંગિકતા વિરોધી કાનૂન લાગુ થઈ ગયા છે, જે મુજબ ગે-સેકસ માટે પથ્થર મારીને મોતની સજા આપવામાં આવશે. સાથે જ અલગ-અલગ ગુનાઓ માટે પણ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેવી કે ચોરી કરવાના આરોપમાં હાથ કાપવા. ગે-સેકસના ગુનામાં આરોપી ખુદ કબૂલ કરે અથવા આવું કરતા આરોપીને ઓછામાં ઓછા ચાર લોકોએ જોયા હોય તો જ સજા ફટકારાશે. દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ બ્રુનેઈના નવા ઇસ્લામિક કાયદાઓની આંતરરાષ્ટ્રીય નિંદા થઈ રહી છે. હોલીવૂડના પ્રખ્યાત અભિનેતા જયોર્જ કલૂની સહિત અનેક હસ્તીઓએ બ્રુનેઈના સુલતાનની આલીશાન હોટેલનો બહિષ્કાર કરવાનું આવાહન કર્યું છે. લંડનમાં સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝના વિદ્યાર્થીઓએ સ્કૂલની ઇમારતનું નામ બ્રુનેઈ ગેલરી હટાવીને બીજું નામ આપવાની માગ કરી છે

(11:47 am IST)