Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના જણાવ્યા મુજબ દુનિયામાં કાર્બન ઉત્સર્જન કોરોના મહામારી પહેલાના સ્તરે પહોંચી ગયું હોવાની માહિતી

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના જણાવ્યા અનુસાર દુનિયામાં કાર્બન ઉત્સર્જન કોરોના મહામારી પહેલાના સ્તરે ફરી પહોંચી ગયું છે. તેના કારણે ગ્લોબલ વોર્મિગમાં વધારો થશે અને જળવાયુ સમજૂતીમાં જે લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યા છે તેને પુરા કરવા અત્યંત મુશ્કેલ બની ગયા છે. કાર્બન ઉત્સર્જન અંગે ઉર્જા એજન્સીના અહેવાલ મુજબ એક વર્ષ પહેલાની સરખામણીમાં ડિસેમ્બર ૨૦૨૦ થી ઉત્સર્જનનું પ્રમાણ ૨ ટકા એટલે કે ૬ કરોડ ટન વધારે હતું. કોરોના મહામારીના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું એ પછી ઝડપથી દુનિયાના દરેક દેશની અર્થ વ્યવસ્થા પાટા પર ચડી છે.         

              આર્થિક પ્રવૃતિઓ અને ઉત્પાદનમાં વૃધ્ધિ થવાની સાથે જ ઉત્સર્જનનું પ્રમાણ ઉર્જાની માંગ વધવાથી વધ્યું છે. ગત ૨૦૨૦ના વર્ષમાં વીજળી ક્ષેત્રમાં વૈશ્વિક ઉત્સર્જનમાં ૪૫ કરોડ ટનનો ઘટાડો થયો હતો તેમ છતાં વધતું ઉત્સર્જન આર્થિક સુધારા અને સ્વચ્છ ઉર્જા નીતિઓમાં રહેલી ખામી તરફ ઇશારો કરે છે.

(4:50 pm IST)