Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ઓએમજી......નેધરલેન્ડમાં કોરોના વેક્સિનના સેન્ટર નજીક બ્લાસ્ટ થતા અફડાતફડી મચી જવા પામી

નવી દિલ્હી: નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમની ઉત્તરે નાના શહેરમાં કોરોના વાયરસ ટેસ્ટીંગ કેન્દ્રની પાસે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં ટેસ્ટીંગ સેન્ટરની બારીના કાચ તૂટી ગયા હતા. પરંતુ તેમાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ કેસની તપાસ માટે નિષ્ણાતોને બોલાવાયા છે.

           ઉત્તર હોલેન્ડ પ્રાંતમાં પોલીસે એક ટ્વીટ કર્યું હતું કે બુધવારે સ્થાનિક સમય અનુસાર સવારે 7 વાગ્યે બોવેનકાર્સપેલમાં કોરોના તપાસ કેન્દ્રની નજીક વિસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગની બહાર મેટલ સિલિન્ડર મળી આવ્યું હતું જેમાં વિસ્ફોટ થયો હતો. પોલીસ બ્લાસ્ટના કારણની તપાસ કરી રહી છે.

(4:53 pm IST)