Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

બ્રિટનના કેમ્બ્રિજ નજીક આવેલ ગામમાં આવેલ વૈજ્ઞાનિકોએ કોરોનાનો વધુ એક ખતરનાક સ્ટ્રેન દુનિયામાં ફરી રહ્યો હોવાનો દાવો કર્યો

નવી દિલ્હી: બ્રિટનના કેમ્બ્રીજ પાસે એક ગામમાં આવેલા સૈંગર ઈન્સ્ટીટયુટનો સ્ટાફ અત્યારે કોરોના વાયરસ પર રિસર્ચ કરવામાં લાગ્યો છે. અહીં વાયરસની જેનેટિક સીક્વેન્સીંગ કરવામાં આવી રહી છે. આ કામને પ્રોજેક્ટ હેરોન નામ આપવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા છે. કોરોના વાયરસના જેનેટિક કોડમાં મ્યુટેશન શોધવાનો આ લોકોનો પ્રયત્ન છે જેનાથી રૂપ બદલી રહેલા ગંભીર વાયરસને વધુ ભયાનક થતાં પહેલાં પકડી શકાય.

       અહીં દેશભરમાંથી સેમ્પલ લાવવામાં આવે છે જેને વોક-ઈન ફ્રિઝરમાં રખાય છે. લેબની અંદર એક રોબોટ તેમાંથી પોઝિટીવ સેમ્પલ્સને એક નાની પ્લેટમાં એકઠા કરે છે અને એક અલગ ટ્રે પર રાખે છે જેને હાથથી સીલ કરવામાં આવે છે. બીજી લેબમાં તેમાં કેમિકલ નાખવામાં આવે છે અને એક નાના મશીનમાં તેને શેક કરાય છે અને પછી બે કાંચના ટુકડાઓ વચ્ચે દબાવવામાં આવે છે. અંદાજે 15 કલાક બાદ કોમ્પ્યુટર જેનેટિક ડેટા જનરેટ કરે છે.

(5:44 pm IST)