Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ટેસ્લા સહીત સ્પેસએક્સ જેવી કંપનીના માલિકે કરી મહત્વની જાહેરાત:વર્ષના અંત સુધીમાં માનવીના મગજમાં નાખશે કોમ્પ્યુટર ચિપ

નવી દિલ્હી: ટેસ્લા અને સ્પેસએકસ જેવી કંપનીઓના માલિક એલન મસ્કે મહત્વની જાહેરાત કરી છે કે તેમની કંપની ન્યુરાલિંક આ વર્ષના અંતમાં હ્યુમન ટ્રાયલ શરૂ કરશે. અર્થાત માણસના મગજમાં કોમ્પ્યુયર ચીપ નાખશે. આ ચીપ કોમ્પ્યુટર સાથે જોડાઈ જશે.એલન મસ્કે આ જાણકારી ટવીટર પર એક યુઝરના ટવીટના રિસ્પોન્સમાં આવી હતી. ખરેખર તો એક ટવીટર યુઝરે મસ્કને કહ્યું કે એક એકસીડન્ટ બાદ છેલ્લા અનેક વર્ષોથી તે પેરેલાઈઝ છે એટલે કે કિલનીકલ ટ્રાયલ માટે હંમેશા હાજર છે. જેના જવાબમાં મસ્કે કહ્યું કે ન્યુરાલિક ઘણી મહેનત કરી રહી છે. જો બધું સારી રીતે પાર પડી ગયું તો અમે વર્ષના અંતમાં હ્યુમન ટ્રાયલ શરૂ કરીશું.

             મસ્કના અનુસાર ન્યુરોલિંકે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક વાનરના મગજમાં ચીપ લગાવી હતી. મસ્કના અનુસાર વાયરલેસ માધ્યમથી વાનર માત્ર પોતાના મગજથી જ વિડીયો ગેમ રમી શકે છે. મસ્કે વધુમાં જણાવ્યું હતું કે ચીપના માધ્યમથી લકવા જેવી સમસ્યાઓનો અંત આવી શકે છે, આની સાથે માણસને ટેલિપથી જેવી શક્તિઓ પણ મળી શકે છે.મસ્કનો આ પ્રોજેકટ વર્ષ 2016માં લોન્ચ થયો હતો. મસ્કે 2019માં આ બારામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે તે વર્ષ 2020ના અંત સુધીમાં માનવ પર આ પ્રોજેકટનો ઉપયોગ કરશે.

(5:43 pm IST)