Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમેરિકી સેનાનું બ્લેક હોક હેલીકૉપટર ક્રેશ થતા ત્રણ નેશનલ ગાર્ડ પાયલોટના મોત

નવી દિલ્હી: અમેરિકાથી મોટો અકસ્માત થવાના સમાચાર આવી રહ્યા છે. ઇહાદોમાં યુએસ આર્મીનું બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, આ બ્લેક હોક હેલિકોપ્ટરમાં ત્રણ નેશનલ ગાર્ડ પાઇલટ હતા, જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ પાઇલટ્સમાંથી બે સિનિયર પાઇલટ હતા જેમની પાસે દસ વર્ષથી વધુનો ઉડાનનો અનુભવ હતો.

               અહેવાલો અનુસાર આ અકસ્માત તાલીમ દરમિયાન બન્યો હતો. વળી, એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ખરાબ હવામાનને કારણે સેના અકસ્માતની જગ્યાએ યોગ્ય રીતે ઓપરેશન કરી શકતી નહોતી. તે જ સમયે, યુએસ આર્મીના આ હેલિકોપ્ટર દુર્ઘટના પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. હાલમાં અધિકારી સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.

(5:44 pm IST)