Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

કેળાની ઉંચાઇ ૧૨ ઇંચ

અધધધ... આટલું લાંબુ કેળું

લંડન તા. ૪ : ઇંગ્લેન્ડના સમરસેટમાં રહેતી સેમ પામરની મમ્મી ૨૮ જાન્યુઆરીએ સ્થાનિક સુપર માર્કેટમાંથી સામાન્ય કરતાં વધુ મોટા કદનું કેળું ખરીદી લાવી, જે હાથના પંજાથી કોણી સુધીનું એટલે કે લગભગ ૧૨ ઇંચનું હતું

સામાન્ય રીતે કેળાનું કદ ૭-૮ ઇંચનું હોય છે પરંતુ સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડના સમરસેટમાં રહેતી સેમ પામરની મમ્મી ૨૮ જાન્યુઆરીએ સ્થાનિક સુપર માર્કેટમાંથી સામાન્ય કરતાં વધુ મોટા કદનું કેળું ખરીદી લાવી, જે હાથના પંજાથી કોણી સુધીનું એટલે કે લગભગ ૧૨ ઇંચનું હતું. પરિવાર દ્વારા કરિયાણાના ઓર્ડરમાં કેળા પણ હતાં, જેમાંનું એક કેળું મોટા કદનું હતું. આ કેળું કદમાં તો મોટું હતું જ વળી ખાસ્સું ટેસ્ટી પણ હતું.

સેમ પામરનું કહેવું છે કે સામાન્ય કેળા કરતાં મોટું કેળું સ્વાદમાં પણ સામાન્ય કેળાં કરતાં ઘણું જ મીઠું છે.

(11:33 am IST)