Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

મેક્સિકોના મિચોકાન રાજ્યના ઉરૂપાનમાં એક હોલમાં ગોળીબારીની ઘટનામાં આંઠ લોકોની હત્યા: અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: મેક્સિકોના મિચોકાન રાજ્યના ઉરૂપાનમાં આવેલ એક હોલમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબારી કરીને આંઠ લોકોની હત્યા કરી દીધી છે તેમજ અન્ય એક શખ્સને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

         સ્થાનિક કાર્યાલયદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ગોળીબારીની ઘટના સ્થાનિક સમયાનુસાર ત્રણ વાગ્યાની આસપાસ બની હતી પોલીસ ઘટનાને અંજામ આપનાર શખ્સની વિરુદ્ધ તપાસ કરી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:15 pm IST)