Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

અમેરિકામાં સાઉથ કેરોલિનાના ઇન્ટરસ્ટેટ હાઇવે પર બંને હાથની આંગળીઓ કાર નીચે આવી ગઈ હોવા છતાં મહિલાએ હિંમત દાખવી ઇમરજન્સી નંબર ડાયલ કર્યો

નવી દિલ્હી:અમેરિકામાં 54 વર્ષીય મહિલા સાઉથ કેરોલિનાના ઈન્ટરસ્ટેટ 95 હાઈવે પર પોતાની કારમાં જઈ રહી હતી. દરમિયાન અચાનક કારનું ટાયર ફાટી ગયું. મહિલાએ કારને ઊભી રાખીને તેનું ટાયર બદલવા પ્રયત્નો કર્યા. થોડી વારમાં કાર સ્લિપ થઈ ગઈ અને મહિલાના બંને હાથની આંગળીઓ ટાયરના ફેન્ડર નીચે દબાઈ ગઈ. અસહ્ય દુખાવો થવા છતાં તેણે હાર માની અને ઇમર્જન્સી નંબર 911 ડાયલ કર્યો. હિમતવાન મહિલાએ પોતાના પગની મદદથી પર્સમાંથી ફોન કાઢ્યો અને પગના અંગૂઠાની મદદથી ઈમર્જન્સી નંબર 911 ડાયલ કર્યો. ત્યારબાદ કાઉન્ટી ફાયર રેસ્કયૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટીમને મહિલા સુધી પહોંચવામાં 35 મિનિટ કરતાં પણ વધારે સમય થયો હતો. રેસ્કયૂ ટીમ એરિયામાં અન્ય એક વ્યક્તિને બચાવી રહી હતી આથી મહિલા સુધી પહોંચવામાં તેમને વાર લાગીરેસ્કયૂ ટીમે હાઈડ્રોલિકની મદદથી મહિલાની આંગળીઓને ટાયર નીચેથી કાઢી હતી. મહિલા હાલ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સારી છે.

(6:14 pm IST)